ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે DYSP શ્રી એ.કે.વર્મા સાહેબના અધ્યક્ષ સ્થાને લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું.

0

   


તા.05/05/2023 ના દિને ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે DYSP  શ્રી એ.કે.વર્મા સાહેબના અધ્યક્ષ સ્થાને લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં આવેલ વેપારીઓ સરપંચશ્રી દ્વારા વિવિધ રજુઆત કરેલ પ્રશ્નોના નિરાકરણ અંગે માહિતી આપવામાં આવી હતી. અને DYSP શ્રી દ્વારા આગામી દિવસોમાં 7500 જેટલી પોલીસ વિભાગમાં ભરતી થવાની હોય જેથી આ ભરતી અંગે તૈયારી કરતા યુવાનો-યુવતીઓને માહિતી આપવામાં આવી તથા કોઈને પણ આ બાબતે માર્ગદર્શનની જરૂર પડશે તો અમારો પુરો સહકાર મળશે હૈયાધારણા આપવામાં આવી હતી.  ધરમપુર PSI શ્રી પ્રજાપતિ સાહેબ દ્વારા ચેતવણી આપી હતી કે કોઈ પણ અજાણ્યા વિડિઓ કોલ આવે તો ઉપાડવા નહિ તેમજ  અજાણ્યા કોઈ પણ ફોન લોન માટેનો કે અન્ય કામ માટે OTP  માંગે તો આપવું નહિ જેવી ફ્રોડ બાબતે જાણકારી આપી હતી.  કોઈ પણ સ્થળે હું પોલીસ છું એમ કહી કોઈના પણ ઘરેણાં ઉતારવા કહે તો ઉતારવું નહિ કારણ કે પોલીસ કોઈ પણ દિવસ ઘરેણાં ઉતરાવવા કહેતી નથી. જે બાબતે ખાસ ધ્યાન દોર્યું હતું.જ્યાં DYSP શ્રી ને ધરામપુર નગરપાલિકામાં રખડતા ઢોરોના કારણે ઘણા લોકો અકસ્માતના ભોગ બન્યા હોય જેથી ઘટતું કરવાની કલ્પેશ પટેલ દ્વારા રજુઆત કરતા  DYSP શ્રીએ  આ બાબતની નોંધ લઈ નગરપાલિકાને જાણ કરવાનું સુચન  કરવામાં આવ્યું. ધરમપુર PSI શ્રી પ્રજાપતિ દ્વારા ધરમપુરમાં લગાવવામાં આવેલ CCTV કેમેરાની સરાહનીય કામગીરી બાબતે ધરમપુર તાલુકા સદસ્ય કલ્પેશ પટેલે બિરદાવી હતી.

Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top