ખેરગામ: તાલુકા પંચાયત નવસારી આયોજિત તાલુકા કક્ષાના રમતોત્સવનું આયોજન 16 અને 17 ફેબ્રુઆરીના દિવસે કસ્બાપાર ક્રિકેટ ગ્રાઉન્ડમાં કરાયું હતું. ઉદઘાટન સમારંભમાં જિ. પ્રા. શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમાર, સામાજિક સમિતિના ન્યાય અધ્યક્ષ અરવિંદભાઈ પાઠક, ટીડીઓ વિભૂતિ સેવક, તા. પં.ના સભ્ય પૂર્વીબેન, તા. પ્રા. શિ. વિશાલસિંહ રાઠોડ તેમજ ગામના સરપંચ, દાતા હસમુખભાઈ પટેલ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. 16મી એ તાલુકાના દરેક કેન્દ્રની કુમાર અને કન્યા ક્રિકેટની ટીમોએ સુંદર પ્રદર્શન કર્યું હતું. જેમાં ક્રિકેટ કુમાર આમડપોર પ્રા. શાળા ફાઈનલ વિજેતા અને રનર્સ અપ સિસોદ્રા કુમાર શાળા રહી હતી.
જ્યારે ક્રિકેટ કન્યામાં ધામણ પ્રાથમિક શાળા ફાઇનલ વિજેતા અને ચંદ્રવાસણ સુપા પ્રાથમિક શાળા રનર્સ અપ રહી હતી. 17મીના રોજ વિભાગીય કક્ષાએ વિજેતા થયેલી ટીમમાંથી ખોખો કુમાર કસ્બાપર, કન્યા ધામણ, કબડ્ડી કુમાર છાપરા, કન્યા સીસોદ્રા કન્યા શાળા ચેમ્પિયન થઇ હતી. તિઘરા શાળા કુમાર-કન્યા ખોખો રનર્સ અપ રહી હતી. કબડ્ડી કુમાર નવા તળાવ શાળા અને કન્યામાં પારડી શાળા રનર્સઅપ રહી હતી. રમતોત્સવમાં વિવિધ શાળાઓના 700 જેટલા બાળકો- શિક્ષકોને આનંદ આવ્યો હતો. સમગ્ર રમતોત્સવના દાતાઓ, આયોજનમાં સહકાર આપનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
ક્રિકેટ મેચ ઉદ્દઘાટન કરતાં નવસારી જિ. પ્રા. શિક્ષણ અધિકારીશ્રી ભગીરથસિંહ પરમાર સાહેબ