ભૈરવી પ્રાથમિક શાળામાં યુનિફોર્મ, ધાબળા, સાડી, અને નોટબૂકનું વિતરણનો કાર્યક્રમ યોજાયો.
કથાકાર પ્રફુલભાઇ શુક્લ ના બાપા સીતારામ ફાર્મ પાસે આવેલી ભૈરવી પ્રાથમિક શાળાના 100 વિદ્યાર્થીઓને દેવનારાયણ ગૌધામ મોતાનાં પ.પૂજ્ય તારાચંદ બાપુ તરફથી વિદ્યાર્થીઓને યુનિફોર્મ, ધાબળા, ટિફિનબૉક્સ, નોટબૂક,પેન્સિલ અને પંજાબી ડ્રેસનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે GTPLના ચેરમેન વિજયભાઈ ગોસ્વામી, કેતન સાવલિયા, રાજુભાઈ ટાંક, વિપુલભાઈ વાણીયા, મગનભાઈ કલસરીયા, RSSના મનોજભાઈ શર્મા, ડિસ્ટ્રીક્ટ કોર્ટ સૂરતના વિજયભાઈ જાલંધરા, અર્પિતભાઈ (ગાયત્રી પરિવાર), યાતીશભાઈ ધોડકા, ભૈરવી ગામના સરપંચ શ્રી સુનીતાબેન આર. પટેલ, વજીરભાઈ પટેલ (ડેપ્યુટી સરપંચ ભેરવી) પધાર્યા હતા. જેમનું સ્વાગત શાળા પરિવારના શ્રી અરવિંદભાઈ પટેલ (આચાર્યશ્રી), શ્રીમતિ ભારતીબેન પટેલ (ઉપશિક્ષિકા), શ્રીમતિ વિશેષાબેન પટેલ (ઉપશિક્ષિકા), શ્રીમતિ પ્રિયંકાબેન પટેલ, (ઉપશિક્ષિકા), શ્રીમતિ દર્શનાબેન પટેલ (ઉપશિક્ષિકા) દ્રારા કરવામાં આવ્યું હતુ. પ. પૂ. પ્રફુલભાઇ શુક્લ અને પ.પૂ.તારાચંદ બાપુ દ્રારા આશીર્વચન આપવામાં આવ્યા હતા. અંત માં આભારવિધિ કિશનભાઇ દવે દ્વારા કરવામાં આવી હતી.