ગૌરી પ્રાથમિક શાળા ખાતે 67મો શાળા સ્થાપના દિન ઉજવાયો.

1 minute read
0

 

તારીખ10/1/2023ના દિને ગૌરી પ્રાથમિક શાળા ખાતે 67મો શાળા સ્થાપના દિન યોજાયો જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓ , શાળામાં થી નિવૃત્ત થયેલ શિક્ષકો , શાળા માં ફરજ બજાવેલ શિક્ષકો તેમજ ગામ માં નોકરી કરતા કર્મચારી ઓ નું સન્માન કરવામાં આવ્યું જેમાં શાળાના શિક્ષક શ્રી રાયુ ભાઈ તરફથી શાળાના ઇતિહાસ અને પ્રગતિની માહિતી રજુ કરવામાં આવી તેમજ શાળાના બાળકો તરફથી સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો જેમાં ચીમન પાડા વડપાડા ,જામનપાડા,અને ગૌરી ગામના લોકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો.

આ કાર્યક્રમ માં ગામના સરપંચ શ્રી પ્રકાશભાઈ,ખેરગામ તાલુકા પ્રા. સંઘ ના માજી પ્રમુખ ફતેસિંહ ભાઈ, ચિમનપાડા આચાર્યશ્રી, ડેબરપાડા ના આચાર્યશ્રી ,Smc સભ્યો ગ્રામ પંચાયત ના સભ્યો ,ગ્રામજનો વાલી શ્રીઓ હાજર રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો આ દિને ગ્રામજનો તરફથી બાળકોને તિથિ ભોજન પણ આપવામાં આવ્યું હતું 






#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top