ખેરગામ તાલુકાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન ગણદેવીના માનનીય ધારાસભ્ય શ્રી નરેશભાઇ પટેલને હસ્તે ખુલ્લું મુકાયું

0

 



 તારીખ ૧૬,૧૭-૧૨-૨૦૨૨નાં દિને નારણપોર પ્રાથમિક શાળા ખાતે બી. આર.સી  કક્ષાનું  "ટેકનોલોજી અને રમકડાં" થીમ આધારિત ગણિત વિજ્ઞાન પ્રદર્શન  યોજાયું હતું.

જે થીમનાં કુલ પાંચ વિભાગનાં વિભાગ -૧ માહિતી અને પ્રત્યાયન ટેકનોલોજીમાં ઉન્નતિ / નાવિન્ય, વિભાગ -૨ ઈકો ફ્રેન્ડલી સામગ્રી/પર્યાવરણ સંબધિત સામગ્રી, વિભાગ - ૩ સ્વાસ્થ્ય અને સ્વચ્છતા, વિભાગ - ૪ પરિવહન અને નાવિન્ય, વિભાગ -૫ વર્તમાન નાવિન્ય દ્વારા ઐતિહાસિક વિકાસ કૃતિનો સમાવેશ થાય છે. જેમાં વિભાગ -૧ માં ખાખરી ફળિયા પ્રા.શાળા , વિભાગ -૨ માં  વાવ પ્રા.શાળા, વિભાગ - ૩ માં બંધાડ ફળિયા આછવણી પ્રા.શાળા, વિભાગ - ૪માં કન્યાશાળા ખેરગામ પ્રા.શાળા અને વિભાગ -૫ માં પાણીખડક પ્રા.શાળા. પ્રથમ ક્રમાંકે આવી હતી.

તારીખ ૧૬-૧૨-૨ ૦૨૨નાં દિને નારણપોર પ્રાથમિક શાળા ખાતે  "ટેકનોલોજી અને રમકડાં" થીમ પર બી. આર.સી.કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન  યોજાયું. જેમાં ગણદેવી વિધાનસભા અ.જ.જા.નાં માનનીય ધારાસભ્ય શ્રી નરેશભાઈ એમ. પટેલ,નવસારી જિલ્લા પંચાયતના માનનીય પ્રમુખ શ્રી ભીખુભાઈ કે. આહિર, ખેરગામ તાલુકા પંચાયતનાં માનનીય પ્રમુખશ્રી શ્રીમતી રક્ષાબેન પી. પટેલ, નવસારી જિલ્લા પંચાયતના માનનીય અધ્યક્ષશ્રી શ્રીમતી દર્શનાબેન બી. પટેલ, નવસારી જિલ્લા પંચાયતના માજી સભ્યશ્રી પ્રશાંતભાઈ આઈ. પટેલ, ગામનાં સરપંચશ્રી શ્રીમતી કોકિલાબેન પટેલ, ગામનાં આગેવાન અને માજી સરપંચશ્રી તથા તાલુકા પંચાયત સભ્યશ્રી અરવિંદભાઈ પટેલ, ખેરગામ તાલુકા માજી પ્રમુખશ્રી શ્રીમતી કાંતાબેન પટેલ, શરદભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય શ્રીમતી વિભાબેન પટેલ, શ્રી જેસિંગભાઈ પટેલ, નવસારી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનાં પ્રાચાર્ય ડૉ.યોગેશભાઈ પટેલ, ખેરગામ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી શ્રી વિમલકુમાર એચ. પટેલ,ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનિષકુમાર પરમાર, ખેરગામ તાલુકા કેળવણી નિરીક્ષક તથા કુમાર શાળાના આચાર્ય શ્રી પ્રશાંતભાઈ કે. પટેલ,તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી તથા નારણપોરના આચાર્ય શ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, ખેરગામ બી.આર.સી.શ્રી વિજયભાઈ પટેલ, ખેરગામ પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી શ્રી કિરીટભાઈ પટેલ, સંઘનાં અન્ય હોદ્દેદારો ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના માજી પ્રમુખશ્રી ફતેહસિંહ સોલંકી, નવસારી જિલ્લા સંઘનાં સહમંત્રી શ્રી ગોવિંદભાઈ પટેલ, એસ.એમ.સીના સભ્યો, ગ્રામજનો, તાલુકાના આચાર્ય તથા શિક્ષકો, હાજર રહ્યા હતાં.  




















































Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top