તારીખ:૦૩-૧૦-૨૦૨૨નાં દિને ખેરગામ તાલુકાના નવનિયુક્ત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મનિષભાઈ પરમાર સાહેબનું તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા હાર્દિક અભિવાદન કરવામાં આવ્યું. જેમાં વાંસદા તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી હરીશભાઈ પટેલ, ખેરગામ તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ શિક્ષક સંઘનાં પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ, નવસારી જિલ્લા સંઘનાં સહમંત્રીશ્રી, ગોવિંદભાઈ પટેલ, જિલ્લા કારોબારી સભ્યશ્રી મનોજભાઈ પટેલ, ખેરગામ બી.આર.સી. વિજયભાઈ પટેલ, એમ. આઈ. એસ. ભાવેશભાઈ પરમાર, It cell ધર્મેશભાઈ પટેલ, સંઘનાં માજી પ્રમુખશ્રી ફતેહસિંહ સોલંકી,હાજર રહ્યા હતા. તેમજ ખેરગામ તાલુકાનાં વહીવટી શાખાના નવનિયુક્ત હિસાબનીશ શ્રી ભાવેશભાઈ પટેલ( નાંધઈ) જેઓ પોલીસ કોન્સ્ટેબલ ગણદેવીમાંથી ૫ વર્ષની નોકરી બાદ રાજીનામું આપી હાલમાં (વહીવટી હિસાબીનીશ) તરીકે ખેરગામ તાલુકામાં સર્વિસમાં જોડાયા. જેમની તાલુકા સંઘનાં હોદ્દેદારો અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી.