ડાંગ જિલ્લાના આહવાનાં ધવલીદોડ ગામનો ઈતિહાસ

0

 ડાંગ જિલ્લાના આહવાનાં ધવલીદોડ ગામનો ઈતિહાસ

ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું અને લીલાછમ જંગલોથી ઘેરાયેલ ડુંગરાળ અને સપાટ જમીનથી ઘેરાયેલું ધવલીદોડ ગામ વડીલો પાસેથી સાંભળેલી તેના નામની લોક કિંવદંતીઓમાંની એક છે. વડીલોની લોકવાયકા મુજબ આહવા તાલુકાના ધવલીદોડ ગામનું નામ 'કેરીના સફેદ ફળ' પરથી પડ્યું છે. ધવલીદોડ એ ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ પ્રકૃતિ અનામતમાં આહવા-સુબીર રાજ્ય ધોરીમાર્ગને અડીને ડુંગરાળ અને સપાટ જમીન પર આવેલું સૌથી મોટું ગામ છે. લોક કિંવદંતી મુજબ વર્ષો પહેલા ધવલીદોડ ગામમાં ભગત ફળિયામાં આંબાના ઝાડ હતા. જે દરેક ઋતુમાં આંબાના ઝાડ પર કેરીના ફળ આવતા હતા. પરંતુ ધવલીદોડ ગામનું આ કેરીનું ઝાડ અન્ય કેરીઓ કરતા રંગ અને કદમાં અલગ લાગતી હતી.

વર્ષો અગાઉ ધવલીદોડ ગામના આંબાનાં વૃક્ષ પર સફેદ રંગની 'ધવલી' એટલે કે કદમાં સૌથી મોટી કેરી જે બીજે ક્યાંય જોવા મળતી ન હતી. તે જોઈને વર્ષો અગાઉ ધવલીદોડના વડીલોએ આ ગામનું નામ ધવલીદોડ રાખ્યું હોવાનું જાણવા મળ્યું હતું ડાંગી બોલીમાં, સફેદ રંગનો અર્થ થાય છે ધવલ  ધવલી અને ધરણ એટલે કદમાં સૌથી મોટું અને ધવલીદોડ નામ ફળ પરથી પડ્યું છે. આજે પણ આ કેરીનું ઝાડ ભગત ફળિયામાં જોવા મળે છે કારણ કે લોકવાયકાની નામાવલી ​​ધરાવતું કેરીનું ફળ નીકળે છે.

પરંતુ લોક કિંવદંતી મુજબ હાલમાં કેરીના ફળો જોવા મળતા નથી. આ ગામ આહવા-સુબીરને જોડતા હાઈવેને અડીને આવેલ હોવાથી અહીં દિવસ-રાત નાના-મોટા વાહનોની ધમધમાટ જોવા મળે છે. ધવલીદોડ ગામને ચારે બાજુ લીલાછમ જંગલો અમૂલ્ય કુદરતી ખજાના તરીકે અને બીજી તરફ ડુંગરાઓ અને નદીના પટ અને ખીણની કુદરતી દેન છે. આહવાથી 14 કિમીના અંતરે ધવલીદોડ ગામ આવેલું છે. ધવલીદોડ ગામમાંથી લવચલી, સુબીર, પીપલદહાડ, ખેરીન્દ્રા, કાકડવિહીર, જુન્નૈર, ચિંચવિહીર, ટાંકલીપાડા, પીપલાઈદેવી, ધુડા, પીપલઘોડી, સેન્દ્રીઆંબા ગામો જઈ શકાય છે. આ ગામ વસ્તીની દૃષ્ટિએ સૌથી મોટું ગામ છે. ધવલીદોડ ગામમાં સો ટકા આદિવાસી લોકો વસે છે. જે માત્ર કોંકણી, કુણબી, વારલી અને ભીલ જાતિના છે.

આ ગામમાં હનુમાનજીનું મંદિર અને તુળજા ભવાની માતાનું પ્રાચીન મંદિર પણ શોભાયમાન છે.જેમાં ગામના ભક્તો વાર તહેવારે આ મંદિરોમાં પૂજા અર્ચના કરે છે.

ધવલીદોડ ગામના ફળિયાંની કુલ ૭ (સાત) ફળિયા  છે. જેમાં ધવલીદોડ, ઠાકરે ફળિયું, નીચલું ફળિયું, ઉપલું ફળિયું, લાઈન ફળિયું, લુહાર ફળિયું, અને બરડા ફળિયાનો સમાવેશ થાય છે. ધવલીદોડ ગામ રાજ્ય ધોરી માર્ગને અડીને 2 કિલોમીટરની ત્રિજ્યામાં પથરાયેલું છે.

સાતેય ફળિયાંમાં ૭૦૦ની આસપાસ  નાનાં-મોટાં કાચાં અને પાકાં મકાનો આવેલાં છે. આ ગામના સો ટકા લોકો ખેતીનાં વ્યવસાય સાથે સંકળાયેલા છે. અહીં મોટા ભાગના પરિવારો ચોમાસાની અને શિયાળુ ખેતી ઉપર નિર્ભર હોવા છતાં ખેતીનાં પાક પર આત્મ નિર્ભર બની ઠીક ઠીક પ્રમાણમાં આર્થિક સદ્ધરતા કરી ગુજરાન કરી રહ્યા છે.

ઉનાળા દરમ્યાન અહીંના કૂવા કે બોરમાં પાણીના તળ નીચાં જતાં  રહેતાં હોવાથી અહીંના મોટાભાગના લોકો આકાશી ખેતી પર નિર્ભર છે. તેઓ મોટા ભાગે શિયાળા ઋતુમાં ખેતીનાં પાક ઉપર નિર્ભર રહેવું પડે છે.આ ગામમાં ચોમાસા અને શિયાળાની ઋતુ દરમ્યાન ખેડૂતો  ડાંગર, નાગલી, શાકભાજી, કઠોળ વગેરે પાકોનું ઉત્પાદન કરે છે. ગામનાં લોકો ખેતીની સાથે પશુપાલન સાથે સંકળાયેલા હોવાથી મહિલા ડેરી પણ આવેલી છે.

ધવલી દોડ ગૃપ ગ્રામ પંચાયતમાં ધવલીદોડ, ગામ સહિત કોટબા અને ધુડા ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 આ ગામમાં આરોગ્ય સુવિધા હેઠળ  આયુષ્યમાન ભારત અંતર્ગત પ્રાથમિક સારવાર માટે દવાખાનું આવેલું છે. જેમાં તાવ, શરદી, ખાંસી તથા સામાન્ય બીમારીઓનો પ્રાથમિક સારવાર કરવામાં આવે છે. આ ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, સરકારી માધ્યમિક શાળા જેવી શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે.

ગામની બહેનો સખી મંડળ દ્વારા પૈસાની બચત કરી આર્થિક  સંકડામણ દરમિયાન જરૂરીયાતમંદ લોકોને ‌વ્યાજ ઉપર નાણાં ધીરાણ કરી મદદ કરે છે.

ધવલીદોડના ગ્રામજનો નવરાત્રિ, ગણેશ ઉત્સવ, જમાષ્ટમી, હોળી, ડુંગરદેવ, તેરા, નાગપંચમી, રક્ષાબંધન, મકરસંક્રાંતિ, દિવાળી જેવા તહેવારો‌ સાથ સહકારથી શ્રદ્ધાપૂર્વક ધામધૂમથી ઉજવણી કરે છે. 

ધવલીદોડ ગામના પ્રસિદ્ધ ભગત સ્વ.જાનુભાઈ ભાયલુભાઈ ઠાકરેના વંશજોમાં સયાજીભાઈ જાનુભાઈ ઠાકરે, દલપતભાઈ રામુભાઈ ઠાકરે આજેપણ વિવિધ રોગોના નિદાન માટે જડીબુટ્ટી આપી લોકોની અસાધ્ય બીમારીઓને મટાડે છે. 

પ્રવર્તમાન સમયમાં સ્વ.જાનુભાઈ ઠાકરેના વંશજો વારસાગત ભગતોની ધૂણી ધખાવી રહ્યા છે. બીમારીથી પીડાતા લોકો માટે આ ભગતો જંગલમાંથી જડીબુટ્ટી લાવી અસાધ્ય રોગોનું નિદાન કરી સેવાની સુવાસ ફેલાવી રહ્યા છે. જે સુવાસ માઈલો  દૂર દૂર સુધી ફેલાયેલી છે.

સૌજન્ય સહ માહિતી સ્રોત: ગુજરાતમિત્ર ન્યૂઝ

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top