ગણદેવીમાં બે દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં સો બાળ વૈજ્ઞાનિકોએ ૫૦ કૃતિઓ રજૂ કરી.

0

 


ગણદેવીમાં બે દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં સો બાળ વૈજ્ઞાનિકોએ  ૫૦ કૃતિઓ રજૂ કરી.

ગણદેવી તાલુકાના માસા ગામે પ્રાથમિક શાળામાં ગુરુવારે સવારે બ્લોક કક્ષાનાં દ્વિ-દિવસીય વિજ્ઞાન પ્રદર્શનમાં ૩૩ શાળાનાં ૩૭ શિક્ષકોનાં માર્ગદર્શન હેઠળ ૧૦૦ બાળ વૈજ્ઞાનિકોએ ૫૦ અવનવી પરીયોજના કૃતિઓ રજૂ કરી હતી. તે સાથે સામાજિક વિજ્ઞાન પ્રદર્શનની ૧૦ કૃતિઓ રજૂ કરી નવતર પહેલ કરાઈ હતી. પ્રથમ દિવસે બાળ વૈજ્ઞાનિકની કોઠાસૂઝ સંશોધન શક્તિ નિહાળી અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ અભિભૂત બન્યા હતા.


ગાંધીનગર જેસીઆરટી પ્રેરિત, નવસારી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન માર્ગદર્શન, ગણદેવી બીઆરસી આયોજીત બ્લોક કક્ષા પ્રદર્શનમાં ૩૩ શાળાના ૧૦૦ બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો. આ બાળ-વૈજ્ઞાનિક પ્રદર્શનમાં મુખ્ય વિષય સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી હતો. આ અંતર્ગત જુદા-જુદા પાંચ વિભાગો સ્વાસ્થ્ય, જીવન-પર્યાવરણને અનુરૂપ જીવન-શૈલી, કૃષિ-ખેતી, પ્રત્યાયન અને વાહનવ્યવહાર, ગણનાત્મક ચિંતન કમ્પ્યુટરના ઉપયોગ સંલગ્ન ચિંતનાત્મક પ્રક્રિયા વિષયો સંદર્ભે ૩૩ કૃતિઓ રજૂ કરાઈ હતી. 

નવી પેઢીનાં બાળ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન ટેકનોલોજીનાં ૨સ પ્રત્યે જિજ્ઞાસા અને ઉત્સાહ જગાડવાના ઉદ્દેશ્ય સાથે માર્ગદર્શક શિક્ષકોનાં માર્ગદર્શન થકી પ્રોજેક્ટ કૃતિઓ નિર્માણ કરાઇ હતી. ગણદેવી તાલુકાએ નવતર પહેલ સાથે સામાજિક વિજ્ઞાનની ૧૦ કૃતિઓનો પણ સમાવેશ કર્યો છે. જેમાં ભારતના રાજ્યો અને રાજધાનીઓ, ટ્રાફિક સંકેત ડિજિટલ મેપ અને એટીએમ, જ્વાળામુખી અને તેના ફાયદા, સેવ અર્થ, ગ્લોબલ વોર્મિંગ માનવ સમાજ માટે મોટો પડકાર, ગ્લોબલ વોર્મિંગની અસર તથા બચવાનાં ઉપાય, સંચાર માધ્યમનાં સાધનો, આદિમાનવથી સ્થાયી જીવનની સફર જેવી અવનવી કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. 

આ પ્રસંગે ૬ શિક્ષકો અને ૩ વિદ્યાર્થીઓને વિશિષ્ટ સિદ્ધિઓ માટે સન્માનિત કરાયા હતા.આ પ્રસંગે બાળ માનસમાં વૈજ્ઞાનિક ગાણિતિક અને પર્યાવરણીય અભિગમ સુદૃઢ થાય તે માટે નવસારી ધારાસભ્ય રાકેશ દેસાઈ, ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલ, શાંતિલાલ પટેલ, પ્રશાંત શાહ, ભાવેશ પટેલ, ડો. ભગીરથસિંહ પરમાર, વાય કે પટેલ, સોનલ કનેરીયા, મનીષ પરમાર, માસા સરપંચ રોકીતા પટેલ, પ્રવિણ ઉર્ફે ભોજો પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિજેતા પાંચ શ્રેષ્ઠ કૃતિઓ જિલ્લા કક્ષાએ ભાગ લેશે.

૬ શિક્ષકો, ત્રણ વિદ્યાર્થીઓને વિશિષ્ટ સિદ્ધિઓ માટે સન્માનિત કરાયા, સામાજિક વિજ્ઞાનની ૧૦ કૃતિઓએ આકર્ષણ જમાવ્યું

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top