ખેરગામ ખાતે આયુષ મેળામાં કેલિયા પ્રથામિક શાળાની બીજ બેંક આકર્ષણનું કેન્દ્ર.

0

    

તા: ૦૨-૦૨-૨ ૦૨૩નાં દિને સમય ૧૦:૦૦ કલાક થી ૩:૦૦ કલાક દરમ્યાન  ખેરગામ રામજી મંદિર ખાતે નવસારી જિલ્લા પંચાયત સંચાલિત આયુષ મેળો યોજાયો હતો. પ્રજાજનોની આરોગ્ય જાળવણીમાં આયુષ પ્રણાલીના સિદ્ધાંતોનો જન સામાન્યમાં  પ્રચાર -પસાર થાય તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું. આ આયુષ મેળામાં નિ:શુલ્ક આયુર્વેદ અને હોમીયોપેથીક નિદાન સારવાર કેમ્પમાં વાંસદા તાલુકાની કેલિયા પ્રાથમિક શાળાનાં આચાર્ય શ્રી હેમંતભાઈ પટેલ દ્વારા બીજ બેંકમાં ૨૭૮થી વધુ  પ્રકારનાં અલગ અલગ જાતના આયુર્વેદના બીજ રજૂ કર્યા હતાં. જે આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું. તેમનાં જણાવ્યા પ્રમાણે તેઓ ૪૦૦ પ્રકારના ઔષધિય બીજનો સંગ્રહ ધરાવે છે. આ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઈ આહિર, ગણદેવી વિધાનસભાનાં માનનીય ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ, નવસારી માનનીય કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ, માનનીય જિલ્લા વિકાસ અધિકારશ્રી અર્પિત સાગર, નવસારી જિલ્લા પંચાયત માનનીય અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ પટેલ, ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી રક્ષાબેન પટેલ, તથા જિલ્લા અને તાલુકાના અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતાં.



ઈમેજ અને વિડિયો શ્રોત: કેલિયા પ્રાથમિક શાળા

Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top